નામ - અંકિત ત્રિવેદી

મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ
શ્વાસોમાં ભરવાનો ગુલમ્હોરી રંગ હવે વેદનામાં ભળતો આરામ
હથેળી ના દરિયાને દર્પણ માનીને;તારા ચહેરાને શોધવા હું નીકળ્યો,
આંગળીથી ચીતરેલા અક્ષરને લાગ્યું કે;રોમરોમ તારામાં પીગળ્યો
દરિયો હથેળીનો ઘૂઘવે એવો કે જાણે લહેરોનો રેતમાં મુકામ
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ
મનગમતાં નામને ઉમર ના હોય;એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
મોસમને જોઇને ફૂલના ખીલે;એના ખીલવાની મોસમ બદલાય
અંદરથી બદલાતી મોસમનાં સમ તારા હાથમાં છે મારી લગામ
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ.


- અંકિત ત્રિવેદી

Quotes of Swami Vivekananda







If you really want to judge of the character of a man, look not at his great performances. Every fool may become a hero at one time or another. Watch a man do his most common actions; those are indeed the things which will tell you the real character of a great man. Great occasions rouse even the lowest of human beings to some kind of greatness, but he alone is the really great man whose character is great always, the same wherever he be.

Do not fly away from the wheels of the world-machine, but stand inside it and learn the secret of work. Through proper work done inside, it is also possible to come out
 
Always discriminate—your body, your house, the people around, and the world are all unreal like a dream. Always think that this body is only an inert instrument. And the Atman within is your real nature.

"Throughout the history of mankind, if any motive power has been more potent than another in the lives of all great men and women, it is that of faith in themselves. Born with the consciousness that they were to be great, they became great."

I am born to organize these young men; nay, hundreds more in every city are ready to join me; and I want to send them rolling like irresistible waves over India, bringing comfort, morality, religion, education to the doors of the meanest and the most downtrodden. And this I will do or die.

કોઈ કારણ હશે ?

ભર ઉનાળે
વરસ્યો મેઘ…
કોઈ કારણ હશે ?
*
કેમ મારું મન અધીરું થાય છે કારણ વગર ?
લાગે છે, તું યાદમાં અટવાય છે કારણ વગર.
તું હૃદયમાં એમ ફરકી જાય છે કારણ વગર,
જેમ નભમાં વીજળી ચમકાય છે કારણ વગર.
એમ તો, શોધ્યો મળે નહીં ક્યાંય તું આયાસથી,
ને કદી કણકણમાં તું દેખાય છે કારણ વગર.
કેટલી કોશિશ કરું- તું યાદ નહીં આવે મને !
…પણ છતાંયે ધ્યાન લાગી જાય છે કારણ વગર.
મેં તને પૂર્યો કવનનાં શબ્દમાં મોઘમ, સખા !
તોયે આવી ટેરવે ટકરાય છે કારણ વગર.


-’ઊર્મિ’ (જાન્યુ. 2008)

Touchy Poem

I went to a party Mom,
I remembered what you said.
You told me not to drink, Mom,
So I drank soda instead.
I really felt proud inside, Mom,
The way you said I would.
I didn't drink and drive, Mom,
Even though the others said I should.
I know I did the right thing, Mom,
I know you are always right.
Now the party is finally ending, Mom,
As everyone is driving out of sight.
As I got into my car, Mom,
I knew I'd get home in one piece.
Because of the way you raised me,
So responsible and sweet.
I started to drive away, Mom,
But as I pulled out into the road,
The other car didn't see me, Mom,
And hit me like a load.
As I lay there on the pavement, Mom,
I hear the policeman say,
"The other guy is drunk," Mom,
And now I'm the one who will pay.
I'm lying here dying, Mom....
I wish you'd get here soon.
How could this happen to me, Mom?
My life just burst like a balloon
There is blood all around me, Mom,
And most of it is mine.
I hear the medic say, Mom,
I'll die in a short time.
I just wanted to tell you, Mom,
I swear I didn't drink.
It was the others, Mom.
The others didn't think.
He was probably at the same party as I.
The only difference is, he drank
And I will die.
Why do people drink, Mom?
It can ruin your whole life.
I'm feeling sharp pains now.
Pains just like a knife.
The guy who hit me is walking, Mom,
And I don't think it's fair..
I'm lying here dying
And all he can do is stare.
Tell my brother not to cry, Mom.
Tell Daddy to be brave.
And when I go to heaven, Mom,
Put "GOOD BOY " on my grave.
Someone should have told him, Mom,
Not to drink and drive.
If only they had told him, Mom,
I would still be alive.
My breath is getting shorter, Mom.
I'm becoming very scared.
Please don't cry for me, Mom.
When I needed you, you were always there.
I have one last question, Mom
Before I say good bye.
I didn't drink and drive,
So why am I the one to die?
Someone took the effort to write this poem.
So please, forward this
to as many people as you can. .

NARENDRA MODI - An interesting article...

NARENDRA MODI - An interesting article...

કેવી રીતે ચાહું..?


જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?
આંખોથી જોઉ તો નજર લાગે છે તને,
હોઠૉથી ચુમુ તો શરમ લાગે છે તને,
જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?
દિલમાં વસી છે તુ તો દર્દનો અહેસાષ નથી મને,
સરખે ભાગે વહેંચુ પ્રેમ તોય ભાગ લાગે છે તને,
જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?
લખુ પત્ર લોહીથી તોય સમય નથી તને,
આમ કરું તોય દિલમાં કદર નથી તને,
જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?

હજું વરસાદભીની ધરતીની ખુશ્‍બુ ગમે છે,

હજું વરસાદભીની ધરતીની ખુશ્‍બુ ગમે છે,
તું મને ગમે છે !
ગમે બુઢ્ઢા સમુદ્રોને જીગર ભરતી અજંપો,
શરદની ચાંદની, ને દિલતણું ઝુરવું ગમે છે !
હિમાચ્છાદિત શિખર-સંઘોનો સંગાથી બનીને
ધરાતલ પર ઉતરવા વાયુનું વે’વું ગમે છે !
અને મૃતઃપાય - સર્જનમાં નવા ચેતન કણોને
સ્ફુરાવન્તી એ વાસંતી તણું ગાણું ગમે છે !
અનાદિ કાળથી વરસ્યાં રણોના અંતરંગે,
મને ગ્રીષ્‍મો તણી બજરંગ-હસતી લૂ ગમે છે !
ચહું નવ મુકિત, ઓ માલિક, મને તો તારી સંગ
ગમે છે જન્મ ને જીવન, અને મૃત્યુ ગમે છે !
નથી ગમતું ઘણું પણ કૈંક તો એવું ગમે છે
બસ, એને કારણે આ ધરતીમાં રે’વું ગમે છે !
છે ચારેકોર માનવસરજી નકરી મુશ્કિલાતો
પરંતુ કૈંક છે જેથી, એ સૌ સહેવું ગમે છે !
છે મેલાં મહાજનો ને મોવડીઓ છે સડેલા
હું જાણું છું છતાં સંસારમાં રે’વું ગમે છે !
છે બંધનો કાનૂનોના અંધ અન્યાયી ઘણાયે
છતાં આઝાદ વાયુ છે, અને વહેવું ગમે છે !
આ કિશ્તી ઔર છે, જેની તુફાની પ્રેરણા છે
ખરાબા ને ખડક વચ્ચે થઇને વહેવું ગમે છે !
ક્ષિ‍તિજ પર છે અણુંબોંબો ને માથે મુફલીસી છે
છતાં ઇન્સાનના ચહેરા ઉપરનું રૂ ગમે છે.
હું જેવું માગું છું તેવું કશુય

ભક્તિ સમજાવી છે ગીતામાં....


ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે,મનડું પ્રભુના ચરણમાં તુ રાખજે...(૨)


સંકલ્પો સઘળા પ્રભુને તું સોંપજે,નિર્ણયો જીવનમાં એના તુ માનજે'
મન-બુધ્ધિ જેના છે,એને તું સોંપજે..મનડું....

સંસાર સાગર છે એકલે તરાય ના,ઈશની સહાય વિના પાર ઉતરાય ના,
જીવનનૈયાનું સુકાન એને સોંપજે...મનડું.....

ઈશ્વર ના કામે આવેશ સદા રાખજે,આસુરી વૃત્તિનો દ્વેષ દિલે ધરજે,
ભક્તિની મસ્તીમાં મસ્ત બની નાચજે...મનડું.....

બ્રહ્મર્ષિ થઈને તું ચિંતન પ્રગટાવજે,રાજર્ષિરૂપે તું વૈભવ વહાવજે,
દેવર્ષિ થઈ સૌના દિલને ડોલાવજે,...મનડું.....

તે આપણે … હું અને તું

હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યાં સંગાથમાં, તે આપણે;
શ્વાસશ્વાસે એકબીજામાં થઈ સૌરભ રહ્યાં સંગાથમાં, તે આપણે.
આપણા હર શ્વાસમાં છે વ્હાલ ને વિશ્વાસવ્હાલમ;
ને જીવનનું નામ દીધું હેતનો મધુમાસ વ્હાલમ.
આંખને ઉંબર અતિથી, અશ્રુને સપનાં સખીરી;
રસસભર જીવનને ખાતર બેઉ છે ખપના સખીરી.
આંખથી ક્યારેક ઝરમર ને કદી ઝલમલ સહ્યાં સંગાથમાં, તે આપણે … હું અને તું
રંગ ને પીછી તણો સંવાદમાં પણ બેઉ સજની;
સુર ગુંથ્યા શબ્દનો અનુવાદમાં પણ બેઉ સજની.
છે મને ન યાદ કોઈ પ્રેમમાં ફરીયાદ, સજના;
જિંદગી લાગે મને પ્રિતી તણો પ્રસાદ, સજના.
જિંદગીના બેઉ રંગો ને ઉમંગોને ચહ્યા સંગાથમાં, તે આપણે … હું અને તું

- તુષાર શુક્લ

અરે આ તો પ્રેમ છે !


મારા અસ્તિત્વના અણુએ અણુમાં તું વ્યાપ્ત છે,
અને મારા અસ્તિત્વથી જ તું અજ્ઞાત છે!
મારી પ્રત્યેક મનસામાં ઝળકે ફક્ત તું જ,
છતાં, તું મને સ્મરે બસ એટલું જ પર્યાપ્ત છે.
મારી દુઆઓમાં હું ઈચ્છું તારી ખુશીઓ,
અને તારું પ્રત્યેક સ્મિત એ દુઆઓની કબૂલાત છે!
મારી ઉર્મિઓની સામે તારી લાગણીની કોઈ માગણી નથી,
અરે આ તો પ્રેમ છે…અને એમાં ક્યાં કોઈ વસૂલાત છે

મિત્ર










જીવનમાં મિત્ર ના હોત તો !
આ જીવનને જીવન કેમ કહેવું?
મિત્રતા એક એવો દિપ છે કે જેમાં,
બંને એ એકસાથે બળવું જ પડે.
મિત્રતા એક એવો ધોધ કે જેમાં,
પડ્યાં પછી પણ વહેતાં રહેવું પડે.
મિત્રતા એક ખુલ્લું રણ કે જેમાં,
આસ પાસ બધું જ દ્રશ્યમાન છે.
મિત્રતા એક મોટું ઝરણું કે જેમાં,
વહેતાં વહેતાં જીવન જીવી જવાય.
મિત્રતા એક એવો સંબંધ કે જે,
જીવનનો ધબકાર અને શ્વાસ છે.
એટલે જ મિત્રોથી જીવું છું હું કે જે,
મારા માટે જીવાનો આધાર અને પ્રાણ છે.....................
ન હોઉં તારી સાથે તો ત્યારે મને યાદ કરજે,
ભૂલો તો ઘણી કરી છે, પણ મને માફ કરજે,
દોસ્તી ના દાખલા માંથી નારાજગી ને બાદ કરજે,
રાહ જોઇશ MUDRAA માં તમારી ,
આવીને ત્યાં મારી ફરીયાદ કરજે,
જેવો છુ એવો ન હતો પહેલા,
એ સમજાય ત્યારે મને સાદ કરજે,
દુનિયામાં કેટલીયે દોસ્તી તૂટે છે અને તૂટતી રહેવાની,
પણ મિત્રતા ની મિસાલમાં તો આપણી દોસ્તી નું જ નામ કરજે,
જ્યારે પણ એકાંત માં યાદ મારી આવે ,
બસ એક પ્યારીસી SMILE કરજે...

NEVER QUIT


One day I decided to quit... To quit my job, my relationship, my spirituality. .
I went to the woods to have one last talk with God.
"God", I said. "Can you give me one good reason not to quit?"
His answer surprised me...
"Look around", He said. "Do you see the fern and the bamboo?"
"Yes", I replied.
When I planted the fern and the bamboo seeds, I took very good care of them. I gave them light. I gave them water. The fern quickly grew from the earth. Its brilliant green covered the floor.
Yet nothing came from the bamboo seed.
But I did not quit on the bamboo.
In the second year the Fern grew more vibrant and plentiful.
And again, nothing came from the bamboo seed. But I did not quit on the bamboo. He said.
"In the third year, there was still nothing from the bamboo seed. But I would not quit. In the fourth year, again, there was nothing from the bamboo seed. "I would not quit." He said. "Then in the fifth year a tiny sprout emerged from the earth.
Compared to the fern it was seemingly small and insignificant. ... But just 6 months later the bamboo rose to over 100 feet tall.
It had spent the five years growing roots.
Those roots made it strong and gave it what it needed to survive. I would not give any of my creations a challenge it could not handle."
He said to me. "Did you know, my child, that all this time you have been struggling, you have actually been growing roots."
"I would not quit on the bamboo. I will never quit on you. " Don't compare yourself to others .." He said. " The bamboo had a different purpose than the fern ... Yet, they both make the forest beautiful."
Your time will come, " God said to me. " You will rise high! "
How high should I rise?" I asked.
How high will the bamboo rise?" He asked in return.
"As high as it can? " I questioned.
" Yes. " He said, "Give me glory by rising as high as you can. "
I left the forest and bring back this story. I hope these words can help you see that God will never give up on you.
He will never give up on you. So you Never give up on yourself
Keep Smiling, keep the faith and give 100 % towards your job.

પ્રેમ એટલે કે,...મુકુલ ચોક્સી

પ્રેમ એટલે કે,

સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો…
પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો
ક્યારે નહીં માણી હો,
એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે,
એ પ્રેમ છે.
દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે,
એ પ્રેમ છે.

પ્રેમ એટલે કે,
સાવ ઘરનો જ એક ઓરડો… ને તોય આખા ઘરથી અલાયદો…
કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,
એક છોકરીને તે શ્યામવર્ણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,
મને મૂકી આકાશને તું પરણી

પ્રેમમાં તો
ઝાકળ આંજીને તને જોવાની હોય
અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો…
પ્રેમ એટલે કે…
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો

મૃત્યુના મસ્તીભર્યા ગીતો સુણાવી જાય છે, જિંદગી પણ કયારેક ગેલમાં આવી જાય છે- શૂન્ય પાલનપુરી



એક ધનવાન માણસ હતો. દરિયામાં એકલા ફરવા તેણે બોટ વસાવી હતી. રજાના દિવસે તે પોતાની બોટમાં દરિયો ખુંદવા નીકળ્યો. મધદરિયે પહોંચ્યો ત્યાં દરિયામાં તોફાન આવ્યું. બોટ ડૂબવા લાગી. બોટ બચવાની કોઇ શકયતા ન લાગી ત્યારે એણે લાઇફ જેકેટ પહેરીને દરિયામાં પડતું મૂકયું. બોટ ડૂબી ગઇ. તોફાન પણ શાંત થઇ ગયું. તરતો તરતો એ માણસ એક ટાપુ પર પહોંચી ગયો. ટાપુ ઉપર કોઇ જ ન હતું. ટાપુના ફરતે ચારે તરફ ઘૂઘવતા દરિયા સિવાય કંઇ જ નજરે પડતું ન હતું. એ માણસે વિચાર્યું કે મેં તો મારી આખી જિંદગીમાં કોઇનું કંઇ બૂરું કર્યું નથી તો પછી મારી હાલત આવી શા માટે થઇ? તેના મને જ જવાબ આપ્યો કે જે ઇશ્વરે તોફાની દરિયાથી તેને બચાવ્યો છે એ જ ઇશ્વર કંઇક રસ્તો કાઢી આપશે. દિવસો પસાર થવા લાગ્યા. ટાપુ પર ઉગેલા ઝાડ-પાન ખાઇને એ માણસ દિવસો પસાર કરતો હતો. થોડા દિવસમાં તેની હાલત બાવા જેવી થઇ ગઇ. ધીમે ધીમે તેની શ્રદ્ધા તૂટવા લાગી. ઇશ્વરના અસ્તિત્વ સામે પણ તેને સવાલો થવા લાગ્યા. ભગવાન જેવું કંઇ છે જ નહીં, બાકી મારી હાલત આવી ન થાય.
ટાપુ ઉપર કેટલાં દિવસો કાઢવાના છે એ તેને સમજાતું ન હતું. તેને થયું કે લાવ નાનકડું ઝૂંપડું બનાવી લઉં. ઝાડની ડાળી અને પાંદડાની મદદથી તેણે ઝૂંપડું બનાવ્યું. એને થયું કે, હાશ, આજની રાત આ ઝૂંપડામાં સૂવા મળશે. મારે ખુલ્લામાં સૂવું નહીં પડે. રાત પડી ત્યાં વાતાવરણ બદલાયું.
અચાનક વીજળીનાં કડાકા-ભડાકા થવા લાગ્યા. ઝૂંપડીમાં સૂવા જાય એ પહેલાં જ ઝૂંપડી ઉપર વીજળી પડી. આખી ઝૂંપડી ભડભડ સળગવા લાગી. એ માણસ સળગતી ઝૂંપડી જોઇ ભાંગી પડયો. ઈશ્વરને મનોમન ભાંડવા લાગ્યો. તું ઈશ્વર નથી, રાક્ષસ છો, તને દયા જેવું કંઇ નથી. તું અત્યંત ક્રૂર છો. હતાશ થઇને માથે હાથ દઇ રડતો રડતો એ માણસ બેઠો હતો. અચાનક જ એક બોટ ટાપુના કિનારે આવી. બોટમાંથી ઉતરીને બે માણસો તેની પાસે આવ્યા. તેણે કહ્યું, અમે તમને બચાવવા આવ્યા છીએ. તમારું સળગતું ઝૂંપડું જોઇને અમને થયું કે આ અવાવરું ટાપુ પર કોઇ ફસાયું છે. તમે ઝૂંપડું સળગાવ્યું ન હોત તો અમને ખબર જ ન પડત કે અહીં કોઇ છે!

એ માણસની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. ઈશ્વરની માફી માંગી અને કહ્યું કે મને કયાં ખબર હતી કે તેં તો મને બચાવવા માટે મારું ઝૂંપડું સળગાવ્યું હતું!
કંઇક ખરાબ બને ત્યારે માણસ નાસીપાસ થઇ જાય છે. હેલન કેલરે એક સરસ વાત કરી છે કે, જયારે ઈશ્વર સુખનું એક બારણું બંધ કરી દે ત્યારે સાથોસાથ સુખના બીજા બારણાંઓ ખોલી દે છે પણ આપણે મોટાભાગે બંધ થઇ ગયેલાં સુખના બારણાં તરફ જ જોઇને બેસી રહીએ છીએ. બીજી તરફ નજર જ નાખતા હોતા નથી.
સમય અવળચંડો છે. ઘણી વખત બધું જ આપણી મુઠ્ઠીમાં હોય એવું લાગે છે, અને ઘણી વખત સાવ ખાલી હાથમાં આપણી રેખાઓ પણ આપણને પારકી લાગવા માંડે છે. સમયમાં જ સમયની વ્યાખ્યા છુપાયેલી છે. ત્રણ અક્ષરનાં સમયને તોડીને બે-બે અક્ષરો કરો તો એક શબ્દ થશે સમ અને બીજો શબ્દ થશે મય. સમ એટલે સરખું અને મય એટલે મગ#.. જે દરેક સમયને સમ એટલે સરખો સમજીને મય એટલે કે મગ્ન રહે છે તેને સમયનો ડર લાગતો નથી.
પવન કદીયે એક દિશામાં વાતો નથી. દરિયો કદીયે એક જ કિનારે સ્થિર થતો નથી. ઝરણું કયારેય અટકી જતું નથી. તો પછી સમય કેવી રીતે કાયમ એકસરખો જ રહે? કંઇક ન ગમતું કે ખરાબ બને ત્યારે માણસ કહે છે કે, કંઇક સારું થવાનું હશે. રાતની કાળાશની અંતિમ પળ પછી જ સવારના પહેલા કિરણનો જન્મ થતો હોય છે.
દરેકની જિંદગીમાં કયારેક ને કયારેક એવું થયું જ હોય છે કે તેનું ઘ્યાન ન પડે. માણસને સમજાય નહીં કે શું થવા બેઠું છે? આવા સમયે જ કંઇક નવું બને છે અને ધૂંધળી પડી ગયેલી દિશાઓમાંથી જ કોઇ રસ્તો મળી આવે છે. સમય પણ સમયાંતરે કસોટી કરતો રહે છે, જે સમયને સમજે છે એ કયારેય નાપાસ કે નાસીપાસ થતો નથી. યાદ રાખો, સુખ ચક્કર મારીને પાછું આપણી પાસે જ આવવાનું છે. એની પાછળ દોડો નહીં, એની રાહ જુઓ,

ડર્યા કે ડગમગ્યા વગર!‘


આયનાની જેમ - મનોજ ખંડેરિયા

આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને
ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છુંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તો એકલું રે લાગે
આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઇ ને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.
એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામનાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે જાણે કે
છાતીમાં ધરબાતા ખીલા
પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઇ દિવસ કોઇને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

મારા પ્રભુજી મારા ઈશ્વર - છે પ્રકૃતિ મા તારો વાસ.....





આ હર પ્રભાતે કોણ વરસે થઈ મજાની તાજગી,

આ કોણ બેઠું પુષ્પમાં,સુગંધ,સુંદરતા ભરી;

આ વિશ્વનાં કણ કણ મહીંથી ‘પ્રેમ’ હસતું કોણ એ?

ચેતન સ્વરુપે ખોળિયામાં વાસ કરતું કોણ એ


સુપ્રભાત



પુષ્પ તણી પાંદડીએ બેસી
હસતું કોણ ચિરંતન હાસ ?
પૃથ્વી ઉરથી ઊઠે કોનો
સુરભિત પુલકિત મુખરિત શ્વાસ ?

અમે એવા છઇએ, અમે એવા છઇએ.


અમે એવા છઇએ, અમે એવા છઇએ.

તમે માછલી માગો ને અમે દરિયો દઇએ.
તમે અમથું જુઓ તો અમે દઇ દઇએ સ્મિત,
તમે સૂર એક માગો તો દઇ દઇએ ગીત,
તમે વાંસળી કહો ત્યાં અમે વૃન્દાવન જઇએ,
અમે તારા બગીચાની માલણ છઇએ.
તમે પગલું માંડો કે અમે થઇ જઇએ પંથ,
અમે ફૂલોની પાંદડીમાં છૂપી વસંત,
તમે પૂછો નહિ અમને અમે કેવા છઇએ,
અમે તારા આકાશમાં પારેવાં છઇએ.

સુરેશ દલાલ.


હાથ તો હું લંબાવી શકું



હાથ તો હું લંબાવી શકું
પણ...
તમે તો મુઠ્ઠી વાળીને બેઠા છો.

તમારી બંધ મુઠ્ઠીમાં શું છે
એ હું નથી જાણતી
પણ...

મારી ખુલ્લી હથેળીમાં

હજીયે પંખીઓના
તાજા ટહુકાઓ છે
ખીલેલાં ગુલાબ જેવા.

તમે ઝીણવટથી જોશો તો
મારી હથેળીમાં
તમારે માટે
જતનપૂર્વક સાચવી રાખેલી
ચંદ્રલેખાય
એવી ને એવી મોજુદ છે.

તમારી મુઠ્ઠીમાં
જે હોય તે
મને એની કોઈ તમા નથી.

હું તો હાથ લંબાવી શકું
પણ શું કરું?

તમે જ મુઠ્ઠી વાળીને બેઠા છો.
તમે જ..
તમે જ..


પન્ના નાયક



મારા હોવાનું સખા, કારણ છે તું !

*
તારું સ્પર્શન…
સૂક્કાસટ રણમાં
આર્દ્ર ટહુકો !
*
એકધારી હોય ના કોઈ ભાવના,
તું સદા ભરતીની આશા રાખ મા.

મારા હોવાનું સખા, કારણ છે તું !
તારા હોવાની છું હું સંભાવના.

પાનખર તો છે વસંતી ખાતરી,
-ને ફરીથી મ્હોરવાની કામના.


હા, ઘણા સ્વપ્નો ફળ્યાં છે આંખને,
તું નથી એમાં તો એ શું કામનાં?!


એમ નહીં તાગી શકે એનું ઊંડાણ,
‘ઊર્મિ’ને બુદ્ધિ વડે તું માપ ના !


-’ઊર્મિ’ (માર્ચ ૨૦૦૯)


કોકવાર આવતાં ને જાતાં મળો છો એમ..



કોકવાર આવતાં ને જાતાં મળો છો એમ,
મળતા રહો તો ઘણું સારું
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું
પૂનમનો ચાંદ જ્યાં ઉગે આકાશમાં
ઉછળે છે સાગરના નીર
મારું એ ઉર હવે ઉછળવા ચાહે એવું
બન્યું છે આજ તો અધીર
સાગરને તીર તમે આવો ને ચાંદ શા
ખીલી રહો તો ઘણું સારું
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું
મારી છે કુંજ કુંજ વાસંતી વાયરે
કોયલ કરે છે ટહુકારો
આવો તમે તો મન ટહુકે આનંદમાં
ખીલી ઉઠે આ બાગ મારો
શાને સતાવો, મારી ઉરની સિતારના
તારો છેડો તો ઘણું સારુ
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું


हर पल में खुश रहो |




जिंदगी है छोटी हर पल में खुश रहो
ऑफिस में खुश रहो घर में खुश रहो
आज पनीर नही है खाने में तो क्या हुआ दाल रोटी खा कर ही खुश रहो
आज जिम जाने का समय नही दो कदम चल के ही खुश रहो
आज दोस्तों का साथ नही है तो क्या हुआ E-mail देख के ही खुश रहो
घर जा नही सकते तो क्याहुआ फ़ोन कर के ही खुश रहो
आज कोई नाराज़ है उसके इस अंदाज़ मैं ही खुश रहो
जिसे देख नही सकते उसकी आवाज़ मैं ही खुश रहो
जिसे पा नही सकते उसकी याद मैं ही खुश रहो
जो बात नही करता उसकी खामोशी में ही खुश रहो
MDकरने का सोचा था नही कर पाए तो क्या हुआ DIploma बनकर ही खुश रहो
लैपटॉप ना मिला तो क्या हुआ पुराने डेस्कटॉप मैं ही खुश रहो
शेयर 7 % गिर गया तो क्या हुआ 14 % नही गिरा इस बात में ही खुश रहो
बिता हुआ कल जा चुका है उसकी मीठी यादों मैं ही खुश रहो
आने वाले पल का पता नही सपनो मैं ही खुश रहो
हस्ते हस्ते ये पल बिताएंगे आज मैं ही खुश रहो
जिंदगी है छोटी हर पल मैं खुश रहो


Hamesha खुश रहो


તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે - મિલિન્દ ગઢવી ‘ગ.મિ.



હું શમણાઓને ગાળું છું, એ ઘટનાઓને લૂછે છે
હું શબ્દ બનીને સળગુ છું, એ મૌન લખીને ઘુંટૅ છે


હું સ્વપ્ન ભલા ક્યાંથી વાવું જઇ પૂછ વિરહની રાતોને
અહીં રોજ નિરાશા ફણગે છે, અહીં રોજ નિસાસા ઊગે છે


નિસ્તેજ થયેલી આંખોને સૂરજની વાતો યાદ નથી
અફસોસ બિચારું અંધારું અહેસાસ ઉદયનો પૂછે છે

તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે
તું આવ કે મારા આકાશે આખું ચોમાસું ઊડે છે


મારામાં મારા હોવાની વાતો સૌ પોકળ સાબિત થઇ
તો કોણ પછી આ રગરગમાં વિશ્વાસ બનીને ઘૂમે છે

પેલા પર્વત પર બે પ્રેમી કહે છે કે આખર વાર મળ્યા
એક વૃક્ષ હજી ત્યાં વાદળમાં ચિક્કાર પલળતું ઊભે છે


- મિલિન્દ ગઢવી ‘ગ.મિ.


Letter from God-part 2 of previous post....




What does God feel about us ?
Does He really long for our relationship with Him?
You will get the answers if you read the following letter from God to you.

Letter from God

My Dearest Child,

As you got up this morning, I watched you and hoped you would talk to Me, even if it was just a few words, asking my opinion or thanking me for something good that happened in your life yesterday. But I noticed you were busy trying to find the right outfit to wear. When you ran around the house, getting ready, I knew there would be a few minutes for you to stop and say Hello, but you were busy.

At one point, you had to wait 15 minutes with nothing to do except sit in a chair. Then I saw you spring to your feet..
I thought you wanted to talk to me but you ran to the phone and called a friend because you were feeling bored and had nobody to talk to!!!!
I watched patiently all day long. With all your activities, I guessed you were too busy to say anything to Me. I noticed that before lunch you looked around. You glanced three or four tables over and you noticed some of your friends talking to me briefly before they ate, but you did not.
Maybe you felt embarrassed to talk to Me, that was why you did not bow your head. That was all right. There was still more time left and I hope you would talk to Me yet.
You went home and it seemed as if you had lots of things to do. After a few of them were done, you turned on the television. I did not know if you liked television or not. You watched anything that went in it. You spent time each day in front of it, not thinking of Me at all.
I waited patiently again as you watched television and ate your meal. But again you did not talk to Me.
I have got patience, more than you will ever know. I love you so much that I wait everyday for a nod, prayer, smile, thought or a thankful part of your heart. It is hard to have a one sided conversation.
Well, you are getting up once again tomorrow, and once again I will wait for you with nothing but LOVE, hoping that one day you will give Me some time!!!!!

Always Remember God Is Only Banker And Nothing

Growing in relationship with God-part 1...



The greater be our relationship with God, the greater is the grace we get from God. One of the ways to have a greater relationship is by speaking to God very often. Another way to go close to him is to relate and understand that each coincidence in our life is because of God.


Through out our day, we relate to so many people. For example, we say 'my son came first in the class today. My father presented me with a new vehicle. My wife cooked my favorite dish. My boss praised my work. My servant did a bad work today. My colleagues did not co-operate with me' and so on.

So also we relate to so many things. I have my new car now. My house has been painted. My shirt is bad. My refrigerator is working very well. I have to repair my vehicle. My new coat got stained and so on.

When we relate to someone, we always say, 'he is my friend or she is my wife or he is my father or she is my servant or he is my boss' and so on. When we relate to things we say, 'my house, my dress, my vehicle, my slippers/shoes' and so on. If you observe our above statements, there is one common factor lying in them. What is it? Everywhere we say, 'My this and My that'. This is exactly what we call as 'relating to things and people'. Now, when we talk about God, what happens? We say Jesus said that, Krishna is like that, Shiva did that and so on. We talk as though God is somewhere outside our world - not in touch with us. We talk of a common God not related to us individually and personally. While going to a temple, we do not say, 'I am visiting my Krishna, my friend today' or while going to church we do not say, 'I am going to see Jesus, my God'. Why we do not say so? Is it because God is common to all?

Now let us take this example. The mother of a child says to her neighbor "you know, my son came first in class today".. The father of the same child says to his colleague, "today my son got his report and he stands first". The grandparents of the same child say "my grandson stood first in class". All the three are relating to the same single child with great love. Does that child become many really? No.

Similarly there is only One God, the creator, to whom each of us can relate and relish and love and enjoy. The problem is that we have kept God as common and therefore we have not related to Him individually and personally the way we do in other relationships. Relationship with God actually begins when we start relating to Him as 'MINE'. This is what we mean as relating to God.

We relate ourselves to all people, from boss to servant, and to all things from house to slippers, but have totally forgotten to relate to God who is taking care of us every minute of the day. Yet, we sometimes blame and complain that God has not helped us in this and that event or God has not listened to our prayer. Is this justified? Think.

માં નો ગરબો




તને શા લાડ લડાવુ મા,તારા લાડ પિછાન્યા મેં;
જોયા જાણ્યા વહાલપ મેં,તારા લાડ પિછાન્યા મેં;...

કહે શું ફુલમાળા પહેરાવું,ફુલમા રમતુ સ્વઋપ જ્યાં તારુ,
ફુલની માફ્ક સાચવતી મા,હ્ર્દયે ચાંપીને મુજને....


કહે શું દીપમાળા પ્રગટાવું,સઘળે તારી જ્યોતિ નિહાળું;
સુરજ સામે શું પ્રગટાવું,મારું દીવડીયું નાનું......


કહે શું આરતી માડી ઉતારું,સઘળે તારી રતિ હું નિહાળું;
કુદરત ગાયે તારુ ગાણું,ત્યાં શું મારું વાજુ વગાડું....


કહે શું શણગારો હું સજાવું,જગસૌંદર્ય સકળ આ તારું,
કાલુઘેલુ આ જગમાનું,તારું બાળ બન્યું છે દિવાનું....

તને શા લાડ લડાવુ મા,તારા લાડ પિછાન્યા મેં;
જોયા જાણ્યા વહાલપ મેં,તારા લાડ પિછાન્યા મેં;...


બેટીયા....



ઓસકી બુંદ સી હોતી હૈ બેટીયા,
પાપાકી દુલારી ઔર જાનસે પ્યારી હોતી હૈ બેટીયા,
માં કે સ્પર્શ સી કોમલ હોતી હૈ બેટીયા,
રોશન કરેગા બેટા નામ બસ એક હી કુલકા,
દો દો કુલકી લાજ હોતી હૈ બેટીયા,
હીરા અગર હૈ બેટા તો સચ્ચા મોતી હૈ બેટીયા,
કાંટો પે ચલકર રાહમેં ફુલ ખીલાતી હૈ બેટીયા,
કેહનેકો તો પરાઈ અમાનત હોતી હૈ બેટીયા,
પર બેટોસે ભી બઢકર હોતી હૈ બેટીયા.....

A Poem from Little Child going to school........



આ સઘળા ફુલોને કહી દો કે યુનિફોર્મમા આવે,
પતંગિયાઓને કહી દો કે સાથે દફ્તર લાવે,
મન ફાવે ત્યાં માછલીઓને આમ નહી તરવાનું,
સ્વીમીંગ પુલના સઘળા નિયમોનુ પાલન કરવાનુ,
આ ઝરણાને સમજાવો કે સીધી લીટી દોરે,
કોયલને પણ કહી દો ના ટહુકે ભરબપોરે....


કૃષ્ણ દવે

My Favourite Shloka

"सर्वे भवन्तु सुखिनः
सर्वे सन्तु निरामया:
सर्वे भद्राणि पश्यन्तु
माँ कश्चिद दुःख माप्नुयात "