અરે આ તો પ્રેમ છે !


મારા અસ્તિત્વના અણુએ અણુમાં તું વ્યાપ્ત છે,
અને મારા અસ્તિત્વથી જ તું અજ્ઞાત છે!
મારી પ્રત્યેક મનસામાં ઝળકે ફક્ત તું જ,
છતાં, તું મને સ્મરે બસ એટલું જ પર્યાપ્ત છે.
મારી દુઆઓમાં હું ઈચ્છું તારી ખુશીઓ,
અને તારું પ્રત્યેક સ્મિત એ દુઆઓની કબૂલાત છે!
મારી ઉર્મિઓની સામે તારી લાગણીની કોઈ માગણી નથી,
અરે આ તો પ્રેમ છે…અને એમાં ક્યાં કોઈ વસૂલાત છે

No comments: