કેવી રીતે ચાહું..?


જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?
આંખોથી જોઉ તો નજર લાગે છે તને,
હોઠૉથી ચુમુ તો શરમ લાગે છે તને,
જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?
દિલમાં વસી છે તુ તો દર્દનો અહેસાષ નથી મને,
સરખે ભાગે વહેંચુ પ્રેમ તોય ભાગ લાગે છે તને,
જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?
લખુ પત્ર લોહીથી તોય સમય નથી તને,
આમ કરું તોય દિલમાં કદર નથી તને,
જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?

No comments: