ભક્તિ સમજાવી છે ગીતામાં....
ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે,મનડું પ્રભુના ચરણમાં તુ રાખજે...(૨)
સંકલ્પો સઘળા પ્રભુને તું સોંપજે,નિર્ણયો જીવનમાં એના તુ માનજે'
મન-બુધ્ધિ જેના છે,એને તું સોંપજે..મનડું....
સંસાર સાગર છે એકલે તરાય ના,ઈશની સહાય વિના પાર ઉતરાય ના,
જીવનનૈયાનું સુકાન એને સોંપજે...મનડું.....
ઈશ્વર ના કામે આવેશ સદા રાખજે,આસુરી વૃત્તિનો દ્વેષ દિલે ધરજે,
ભક્તિની મસ્તીમાં મસ્ત બની નાચજે...મનડું.....
બ્રહ્મર્ષિ થઈને તું ચિંતન પ્રગટાવજે,રાજર્ષિરૂપે તું વૈભવ વહાવજે,
દેવર્ષિ થઈ સૌના દિલને ડોલાવજે,...મનડું.....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment