માં નો ગરબો




તને શા લાડ લડાવુ મા,તારા લાડ પિછાન્યા મેં;
જોયા જાણ્યા વહાલપ મેં,તારા લાડ પિછાન્યા મેં;...

કહે શું ફુલમાળા પહેરાવું,ફુલમા રમતુ સ્વઋપ જ્યાં તારુ,
ફુલની માફ્ક સાચવતી મા,હ્ર્દયે ચાંપીને મુજને....


કહે શું દીપમાળા પ્રગટાવું,સઘળે તારી જ્યોતિ નિહાળું;
સુરજ સામે શું પ્રગટાવું,મારું દીવડીયું નાનું......


કહે શું આરતી માડી ઉતારું,સઘળે તારી રતિ હું નિહાળું;
કુદરત ગાયે તારુ ગાણું,ત્યાં શું મારું વાજુ વગાડું....


કહે શું શણગારો હું સજાવું,જગસૌંદર્ય સકળ આ તારું,
કાલુઘેલુ આ જગમાનું,તારું બાળ બન્યું છે દિવાનું....

તને શા લાડ લડાવુ મા,તારા લાડ પિછાન્યા મેં;
જોયા જાણ્યા વહાલપ મેં,તારા લાડ પિછાન્યા મેં;...


No comments: